અમદાવાદ જિલ્લાના ગામોમાં પ્રવેશ પ્રતિબંધનો કડક અમલ…

0
7

અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં  કોરોનાનું  સક્રમણ ન વધે  તેની તકેદારીના ભાગરુપે   ગામડાઓમાં  બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.

જિલ્લાના મહતમ ગામોમાં  પ્રવેશબધી દરશાવતા બોર્ડ  લગાવી દેવાયા છે.

અમદાવાદ જિલ્લા  વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે  કે ‘અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં આ રોગનું  સક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે.  દરેક ગામમાં  ‘ ગ્રામ યોદ્ધા  કમિટી ” બનાવવા સુચના આપવામાં આવી છે…”

અમદાવાદ જિલ્લાના ૪૬૪ જેટલા ગામોમાં બનનારી આ કમિટીમા સરપંચ, તલાટી, એક અગ્રણી, શિક્ષક અને હેલ્થ વર્કરનો સમાવેશ કરાશે..

શ્રી અરુણ મહેશ બાબુ કહે છે  કે ‘ ગામમાં કોણ આવે છે , કોણ જાય છે ? તેની સપુણ્ તકેદારી રાખવા જણાવ્યું છે. જિલ્લાના ગામડાઓમાં અવર જવર પર નજર રાખવા રજિસ્ટર રાખવામાં  આવ્યાં છે જેમા અવર જવર કરનારની તમામ વિગતો એકઠી કરાશે…”

જિલ્લાના  તમામ ગામોમાં  આ પ્રકારના બોર્ડ  અને રજિસ્ટર મુકવામાં આવ્યા છે. ફેરિયાઓ માટે પણ પ્રતિબંધ  મુકાયો છે અને  અત્યંત જરૂરી હોય તેવા કિસ્સામાં સરપંચ, તલાટી કે કમિટીની મંજુરી લઇને જ પ્રવેશ આપી શકાશે..

શ્રી અરુણ મહેશ બાબુ કહે છે  કે, ‘ ગામમાં  સામાન્ય રીતે એવુ માળખું હોય છે કે તેમને બીજા પર આધારિત નથી રહેવુ પડતું તેમ છતા ગામમાં કોઇ પણ ચીજવસ્તુની અછત ન ભોગવવી પડે તે માટે તકેદારી રાખી છે  અને ગામના સાધન સંપન્ન પરિવારોને પણ અપીલ કરી  છે  કે ગામના ગરીબ પીડિત પરિવારોને કોઇ પણ તકલીફ ન પડે..

This post was created with our nice and easy submission form. Create your post!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here