નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોની ઓર્ગેનિક કેરીનું વેચ

7

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોની ઓર્ગેનિક કેરીનું વેચ - Gujarati Newsનવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોની ઓર્ગેનિક કેરીનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પોતાના પાકનો પુરો ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી. નવસારી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્ક ખેડૂતોની કેરીનું વેચાણ કેન્દ્રનો શુભારંભ. કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડોકટર એસ આર ચૌધરીના વરદ્દહસ્તે કરવામાં આવ્યો હતો. તેઓની સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સી કે ટીમ્બડીયા તથા તેમનો સ્ટાફ જોડાયો હતો.  આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એસ આર ચૌધરીએ જણાવ્યું હતું કે. સમગ્ર વિશ્વની સાથે ભારતમાં કોરોના સંક્રમણને કારણે ઉદભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા કેન્‍દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતાં. આ કપરાં સમયમાં ખેડૂતોને તેના પાક કેરીના પુરતા ભાવ મળી રહે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવતર અભિગમ હેઠળ કેરી વેચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. સારી ગુણવત્તાની કેરીનો સારો ભાવ મળી રહે તેમજ ગ્રાહકોને ઓર્ગેનિક કેરી વાજબી ભાવે મળી રહે તેવા ઉમદા હેતુથી આ વેચાણ કેન્દ્રને શરૂ કરવામાં આવ્યું છે. નગરજનો આ વેચાણકેન્દ્રની મુલકાત લેવા ડોક્ટર ચૌધરીએ અનુરોધ કર્યો હતો. આ તકે, ખેડૂત મહિલા શ્રીમતિ લક્ષ્મીબેન બળવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પાસે ૧૦ વિઘા જમીનમાં આંબાવાડી છે. તેઓની પાસે આંબાની વિવિધ જાતો જેવી કે કેશર, લંગડો, દશેરી, તોતાપુરી, રાજાપુરી છે. તેઓ દરેક કેરીનું ગ્રેડીંગ કરી કિંમત નક્કી કરીને વેચાણકેન્દ્રમાં વેચાણ કરે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ વેચાણ કેન્દ્રની સુવિધા આપવાથી ખેડૂતોને સીધો લાભ મળશે અને કોઇપણ જાતનું કોઇને કમિશન ચુકવવું પડશે નહિ.જેથી ખેડૂતોને પુરો ભાવ મળશે. કેરી વેચાણ કેન્દ્રને ઉભુ કરવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોની ઓર્ગેનિક કેરીનું વેચ - Gujarati News

રિપોર્ટર વિજય રાઠોડ. ઉમરગામ

This post was created with our nice and easy submission form. Create your post!