ભિલાડના ઉદ્યોગપતિને લોકડાઉને આપ્યો થર્મોકોલના સસ્તા અને ટકાઉ બેડ

4

ભિલાડ 

ભિલાડના ઉદ્યોગપતિને લોકડાઉને આપ્યો થર્મોકોલના સસ્તા અને ટકાઉ બેડનો બિઝનેસ આઇડિયા!

કોરોના મહામારી અને લોકડાઉનમાં દેશનું અર્થતંત્ર તૂટી ચૂક્યું છે.વેપારધંધા ઠપ્પ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર બનવાનું આહવાન કરે છે.આવા સમયે પોતાના કામદારોને કામધંધા વિના થર્મોકોલની શીટ પર બેસેલા જોઈ ભિલાડના ઉદ્યોગપતિને આવ્યો થર્મોકોલ બેડનો આઈડિયા જેને કારણે ભિલાડનું નામ દેશભરમાં ગુંજતું થયું છે.જોઈએ વિશેષ અહેવાલ ભિલાડના bnb ગ્રુપ કંપનીએ કોરોના સંક્રમણ દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ વખત હોસ્પિટલમાં અને ટેમ્પરરી બેઠકવાળી જગ્યામાં ઊપયોગી થઈ શકે તેવા થર્મોકોલના બેડ બનાવી આત્મનિર્ભરતાનો આઈડિયા દેશ સામે રજૂ કર્યો છે. માત્ર 2500 રૂપિયાના સસ્તા અને બેક્ટેરિયા રહિત ટકાઉ બેડનો આઈડિયા કંપનીને તેમના કામદારોએ જ આપ્યો હોય સૌ પ્રથમ તેઓના માટે બેડ તૈયાર કરી,હવે આવા બેડને માર્કેટમાં મુક્યા છે.આ અંગે રિશિકા પેકેજીંગ કંપનીના પાર્ટનર ભીકમજી,ગુલાબજી,પાવનજી જૈન અને રાકેશ બોત્રાએ જણાવ્યું હતું કે આ આઈડિયા લોકડાઉનમાં તેમના કામદારો કામધંધા વગર થર્મોકોલની શીટ પર બેસેલા હતા તે જોઈને આવ્યો છે.

રિશિકા કંપનીએ જરૂરિયાત મુજબના બેડ તૈયાર કરી કોમર્શિયલ માર્કેટમાં મુક્યા છે.આ બેડ 600 કિલો સુધીનું વજન ઉઠાવી શકે,8થી10 ઇંચની થિકનેસ,અઢી ફૂટની ઉંચાઈ,10થી15 કિલો વજનસાથે સંપૂર્ણ થર્મોકોલનો બેડ બનાવાયો છે. એક જ વ્યક્તિ ઉંચકી શકે તેવો વજનમાં હળવો અને ફોલ્ડિંગ છે. જેથી ટ્રાન્સપોર્ટેશન આસાનીથી કરી શકાય તેમ છે.હાલ માર્કેટમાં વાપીની એક કંપની દ્વારા પૂંઠાના બેડ તૈયાર કરી સેનાના જવાનોને આપ્યા છે.તેની સામે આ બેડ ખૂબ જ ફાયદાકારક છે.તે પાણીમાં પલળતા નથી, સેનેટાઇઝ કરી શકાય છે. બેક્ટેરિયા રહિત છે.અને તેની રિસેલ વેલ્યુ પણ 30 ટકા સુધી કંપની પરત આપે છે.

કંપનીના પાર્ટનર પવન જૈનના જણાવ્યા મુજબ ભેજ રહિત અને અનેક રીતે ફાયદાકારક આ બેડ સાથે તેઓ ગ્રાહકની જરૂરિયાત મુજબ ટાવર ફેન,કુલર અને બેસવા માટે સ્ટુલ પણ પુરા પાડશે.એક દિવસમાં કંપનીમાં 500 થી 600 બેડ બનાવી શકાય છે.

ત્યારે, એક આઈડિયા જો બદલ દે દુનિયા….ને સાર્થક કરતો આ બિઝનેસ આઈડિયા છે.તો, અદભુત બસ હવે, તેને આત્મનિર્ભરતાની નેમ સેવતી હોસ્પિટલો,સંસ્થાઓ આગળ આવીને ખરીદે,કેમ કે તકલાદી ચીનની આઈટમોમાં એક જ ઓરિજલ કોરોનાએ દેશ જ નહિ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. જેની સામે દેશના પાટા પરથી ઉતરેલા અર્થતંત્રને પાટા પર ચડાવવા આવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપશુ તો જ ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યાનો એહસાસ પણ કરી શકીશું.

જ્યારે આ કંપનીની બ્રાચો જયપુર,મુંબઇ,સુરત અને ભિલાડ-સરીગામ માં હોવાથી સરળતાથી પ્રાપ્ત થઈ શકે એમ છે.હાલ BNB કંપની ગુજરાતમાં સૌવ પ્રથમ સસ્તો,સારો અને ટીકાવ થર્મોકોલના બેડ સાથે કુલર  બનાવતી કંપની બનતા વલસાડ જિલ્લાનું ગૌરવ અને પ્રશંસાને પાત્ર બની પામ્યા હતા.

રિપોર્ટર. વિજય રાઠોડ. ઉમરગામ ભિલાડના ઉદ્યોગપતિને લોકડાઉને આપ્યો થર્મોકોલના સસ્તા અને ટકાઉ બેડ - Gujarati News

This post was created with our nice and easy submission form. Create your post!