વલસાડના કોરોના યોદ્ધાઓના વિવિધ કાર્યો

6

વલસાડ જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ જરૂરિયાતમંદોની મદદ કરી રહી છે. જેમાં આજના યુવાનો પણ બાકાત નથી. સ્‍વામી વિવેકાનંદ યુવક મંડળ વલસાડના કોરોના યોદ્ધાઓ દ્વારા આજદિન સુધી વિવિધ જાગૃતિના કાર્યક્રમો કર્યા છે. સ્‍વામી વિવેકાનંદ યુવક મંડળના યુવાનોએ આજ દિન સુધી વલસાડ જિલ્લાના ૨૦૪૨૬ વરિષ્‍ઠ નાગરિકોને મળી કોરોના વાઇરસ અંગે સાવચેતી જાળવવાના પગલાંઓ વિશે જાણકારી આપી રહ્યા છે. મંડળના ૧૨૦૦ થી વધુ યુવાનો આ કામગીરીમાં જોડાયા છે. તેઓ જિલ્લાભરના ગામોમાં ૬૫ વર્ષથી ઉપરના વૃધ્‍ધ નાગરિકોની રૂબરૂ મુલાકાત લઇ તેમના પરિવારજનોને કોરોનાની મહામારીમાં વૃદ્ધોની સંભાળ કઇ રીતે લેવી તથા કોરોના વાયરસના સામે રક્ષણ કઇ રીતે મેળવવું તે અંગે માર્ગદર્શન પણ આપી રહયા છે. આ ઉપરાંત સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના વાલીઓ, જિલ્લા સંયોજક, સહ સંયોજક તાલુકા સંયોજકોના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગામોમાં ગરીબ શ્રમિક વર્ગ, નિઃસહાય વૃધ્‍ધોની મુલાકાત લઇ તેઓની કાળજી લેવાની સાથે એકલા રહેતા વૃધ્‍ધોને જીવન જરૂરિયાતની વસ્‍તુઓ લાવી આપી સેવાનું કામ કરી રહયા છે. જિલ્લાની અનાજની દુકાન ઉપર વોલેન્‍ટીયર તરીકે અનાજ વિતરણ વ્‍યવસ્‍થામાં પણ જોડાઇને મદદરૂપ બન્‍યા છે.

વલસાડના કોરોના યોદ્ધાઓના વિવિધ કાર્યો - Gujarati News

 આ યુવાનો એક તરફ ગામના છેવાડે વૃધ્‍ધોની મદદ કરી રહ્યા છે, તો બીજી તરફ પોતાની કામગીરી અંગે સોશિયલ મિડીયામાં પ્રચાર-પ્રસાર કરી અન્‍યો માટે પ્રેરણાષાોત બન્‍યા છે. આ સાથે જ સેલ્‍ફી વિથ દાદા-દાદી #HuPanCoronaWarrior હેશટેગ સાથે ફેસબુક, ટ્‍વીટર ઉપર પોતાની કામગીરી અંગે ફોટોગ્રાફ શેર કરી મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનમાં જોડાઇને કોરોના વોરિયર્સ તરીકેની કામગીરીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

 દેશના યુવાનો જયારે દેશની સેવામાં જોડાય છે, ત્‍યારે સમાજમાં સકારાત્‍મક પરિવર્તન આવે છે. જરૂરિયાતના સમયે પ્રસંશનીય સેવાકીય કામગીરી કરતા યુવા કોરોના વોરિયર્સ અભિનંદનને પાત્ર છે.

This post was created with our nice and easy submission form. Create your post!