વલસાડ કલેક્ટ ર સી.આર.ખરસાણે કન્ટાશઇનમેન્ટો ઝોનની મુલાકાત લીધી

6

વલસાડઃ તા. ૧૮: વલસાડ જિલ્લાના વાપી વિસ્‍તારના ગોદાલનગર અને બલીઠા કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં રહેતા લોકોને આવશ્‍યક ચીજવસ્‍તુઓ ડોર-ટુ-ડોર મળી રહે તેની ખાતરી તેમજ સર્વેલન્‍સ કામગીરીની ચકાસણી કરવા જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણે રૂબરૂ મુલાકાત લીધી હતી. અને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. અનિલ પટેલ પણ હાજર રહયા હતા.