વલસાડ જિલ્લાના ૪૪૨ ગામો કોરોનામુક્‍ત

10

વલસાડઃ તા. ૧૭: વલસાડ જિલ્લાના ૪૬૦ ગામો અને ૫ નગરપાલિકાઓની કુલ વસતિ ૧૯,૧૯,૬૪૩ છે. જે પૈકી તા.૧૭/૬/૨૦ સુધીમાં ૧૮ ગામો અને ચાર નગરપાલિકાઓ કોરોના વાઇરસ અંતર્ગત અસરગ્રસ્‍ત થયા છે. જે મુજબ અસરગ્રસ્‍ત ગામોની ટકાવારી ૩.૯૧ ટકા અને અસરગ્રસ્‍ત વસતિની ટકાવારી ૦.૮૩ ટકા છે. આમ જિલ્લામાં કલેક્‍ટર અને જિલ્લા વિકાસ અધિકારીની માર્ગદર્શન હેઠળ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અંગે સઘન કામગરી કરવામાં આવતાં આજે ૪૪૨ જેટલા ગામો કોરોનામુક્‍ત રહ્યા છે. જિલ્લામાં આજદિન સુધી ૪૫૮૬ સેમ્‍પલ લેવાયા છે, જે પૈકી ૪૫૨૭ સેમ્‍પલ નેગેટીવ અને ૫૮ સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે.

વલસાડ જિલ્લાના ૪૪૨ ગામો કોરોનામુક્‍ત - Gujarati News

( Valsad ) જિલલામાં તા.૧૭/૬/૨૦૨૦ સુધીમાં (Covid-19) કોવિડ-૧૯ના નોંધાયેલા કુલ ૫૮ પોઝીટીવ કેસો પૈકી ૪૨ સાજા થયા છે અને ત્રણ વ્‍યક્‍તિના મરણ થયાં છે. જે મુજબ મરણની ટકાવારી ૫.૨૬ ટકા થાય છે.
વલસાડ જિલ્લામાં ડેડીકેટેડ કોવિડ હેલ્‍થ સેન્‍ટર તરીકે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કૉલેજ વલસાડ ખાતે ૧૪૦ આઇસોલેશન બેડ અને ૧૮ આઇ.સી.યુ. બેડ જ્‍યારે શ્રેયસ મેડીકેર હોસ્‍પિટલ વાપી ખાતે ૧૦૦ આઇસોલેશન બેડ અને ૨૦ આઇ.સી.યુ. બેડ સાથે કાર્યરત છે.

તા.૧૭/૬/૨૦ સુધીમાં ૧૦૪ હેલ્‍પલાઇન ઉપર ૧૧૩, જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ઉપર ૧૩૪૭ અને ૧૦૮ ઉપર ૫૦૭ વ્‍યક્‍તિઓએ હેલ્‍પલાઇનનો ઉપયોગ કર્યો છે, જેમને સારવાર સહિતની જાણકારી આપવામાં આવી છે. રોગપ્રતિકારક શક્‍તિ વધારવાના હેતુસર ૬,૨૮,૮૨૮ વ્‍યક્‍તિઓએ આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્‍યો છે. ૧,૭૯,૪૩૦ વ્‍યક્‍તિઓને આર્સેનિક આલ્‍બા ટેબ્‍લેટ, ૧,૧૧,૮૧૬ વ્‍યક્‍તિઓને સમસમનીવટી ટેબ્‍લેટ આપવામાં આવી છે.
તા.૧૫ થી ૧૭ જૂન દરમિયાન જિલ્લામાં આવેલા ૩.૭૮ લાખ ઘરો પૈકી ૬૪,૯૫૭ ઘરોનું સર્વે કરાયું છે., આ સર્વેમાં કોમોરબીડવાળા ૬,૪૯૫ વ્‍યક્‍તિઓની સંખ્‍યા નોંધાઇ છે. ( Valsad ) જિલ્લાની તમામ હોસ્‍પિટલો અને તબીબો પાસેથી SARI / ILI ના ૬ કેસો નોંધાયા છે.

વલસાડ જિલ્લાના ૪૪૨ ગામો કોરોનામુક્‍ત - Gujarati News

( Valsad ) વલસાડ જિલ્લાની આઇ.ઇ.સી. અને સપ્‍તધારા ટીમ દ્વારા જનજાગૃતિ માટે કોરોના વાઇરસ સામે જાગૃત રહેવાની જવાબદારી સૌ નાગરિકો નિભાવે અને સામાજિક અંતર રાખવા, માસ્‍ક પહેરવા, ભીડભાડવાળી જગ્‍યાએ ન જવા, હાથ ધોવા માટે સાબુ અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને આરોગ્‍ય વિભાગ દ્વારા મળતી માર્ગદર્શિકાઓનું ચુસ્‍તપણે પાલન કરી વિના કારણે ઘરમાંથી બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.