વલસાડ જિલ્લામાંથી પાંચમા દર્દીએ કોરોનાને માત આપી

7

વલસાડ, તા. ૨૪: વલસાડ જિલ્લાના પાંચમા દર્દીએ કોરોનાને માત આપી હોસ્‍પિટલમાંથી રજા લઇ બહાર નીકળતા હોસ્‍પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠાના યુવકનું સેમ્‍પલ નેગેટીવ આવતાં આજે કોવિડ હોસ્‍પિટલ, સિવિલ, વલસાડ ખાતેથી રજા આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧પ કોરોના પોઝિટિવ પૈકી પાંચ વ્‍યક્‍તિઓને રજા આપવામાં આવી છે, જ્‍યારે એકનું મોત થવા પામ્‍યું છે. હાલ જિલ્લામાં કોવિડ-૧૯ના  ૯ પોઝીટીવ કેસો એક્‍ટીવ છે.

વલસાડ જિલ્લામાં તા.૨૩/પ/૨૦૨૦ સુધીમાં લેવાયેલા ૩૨૬પ સેમ્‍પલ પૈકી ૩૨૪૬ સેમ્‍પલના રીપોર્ટ નેગેટીવ અને ૧૯ના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. પરંતુ ચાર વ્‍યક્‍તિઓ છ મહિના કરતાં વધુ સમયથી મુંબઇમાં રહેતા હોય તેની અન્‍ય રાજ્‍યમાં ગણતરી કરવામાં આવી છે.