વલસાડ નગરપાલિકા વિસ્‍તારોમાં પોઝીટીવકેસો નોંધાતા એપીસેન્‍ટર..

13

વલસાડ જિલ્લાના નગરપાલિકા વિસ્‍તારોમાંઆવેલ મોટી મહેતવાડ ખાતે મીરાંત એપાર્ટમેન્‍ટમાં કોરોના પોઝીટીવ કેસ આવતા વાઇરસનાઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લામેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ તાત્‍કાલિકઅસરથી કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તા.૦૪/૦૭/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપરપ્રતિબંધ ફરમાવ્‍યો છે.વલસાડ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા મોટી મહેતવાડખાતે આવેલ મીરાંત એપાર્ટમેન્‍ટમાં કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારનેએ.પી.સેન્‍ટર તેમજ તે વિસ્‍તારમાં આવેલા કિષ્‍ના એપાર્ટમેન્‍ટનો તમામ હદ વિસ્‍તારનેકન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરનીઅવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓચીફ ઓફિસરશ્રી, વલસાડ દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજહોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથેસંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહમંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જેમાટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાનેલાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરના વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજનેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

This post was created with our nice and easy submission form. Create your post!