વાંસદાના મહુવાસ ગામે દીપડાનો આતંક યથાવત..

0
4

ઘરે પાળેલા પાલતુ શ્વાન પર હુમલો કરતા સીસીટીવીમાં કેદ… થયો..! વાંસદાના મહુવાસ ગામમાં દીપડો સીસીટીવી, માં તો કેદ થયો પરંતુ પાંજરે ક્યારે કેદ થશે હવે તે જોવું રહયું…! વાંસદા પંથકના મહુવાસ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાના ત્રણ દિવસ થી આંટા ફેરા કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વાંસદા વન વિભાગને દીપડાને પકડવા માટે લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે વાંસદા સાપુતારા રોડ પર આવેલ મહુવાસ ગામે રહેતા ગત રાત્રે ૧૨-૩૦ કલાકે ઘરે દીપડો ઘૂસી આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસ થી દીપડાએ ત્રણ જેટલા પાલતુ શ્વાન નો શિકાર કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમજ એક શ્વાન પર જીવલેણ હુલમો પણ કર્યો છે. જેમાં શ્વાન નો આબાદ બચાવ થયો છે. મહુવાસ ગામે ઘરમાં દીપડો ઘૂસ્યો તે દ્રશ્યો સીસીટીવી માં કેદ થઇ ગયા છે. ગ્રામજનો અને વન વિભાગ જલ્દી દીપડાને પાંજરે નહી પુરે તો આવનારા દિવસોમાં દિપડો ગામમાં પણ આવીને માણસો પર હુમલો કરી શકે છે. તેવી ભીતિ ઉભી થવા પામી છે. હાલમાં રાત્રે ખેડૂતો મજૂરો અને ગામમાં રહેતા લોકો વનવિભાગ પાસે દીપડા ને પકડવાની માંગ કરી રહ્યા છે.

અમર તનાવ ન્યૂઝ સાથે. રિપોર્ટર વિજય રાઠોડ. ઉમરગામ

This post was created with our nice and easy submission form. Create your post!