Valsad : કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા પ્રતિબંધાત્મ્ક જાહેરનામું

6

વલસાડઃ તા. ૨૦: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ના સંક્રમણને અટકાવવાના હેતુસર કેન્‍દ્રિય ગૃહમંત્રાલય દ્વારા લોકડાઉનની મુદત તા.૩૧/૩/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. સોશિયલ ડિસ્‍ટન્‍સિંગથી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા અટકાવી લોકડાઉનની ચુસ્‍તપણે અમલવારી કરવા કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી હોઇ વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટ સી.આર.ખરસાણે એક જાહેરનામા દ્વારા સમગ્ર વલસાડ જિલ્લામાં સાંજના ૭-૦૦ વાગ્‍યાથી સવારના ૭-૦૦ વાગ્‍યા સુધી રાત્રિ કફ્‌ર્યુ જાહેર કરી આ સમય દરમિયાન આવશ્‍યક કામગીરી અને સેવાઓ સિવાય અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ હુકમ જે વ્‍યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્‍સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી હોય તેઓને લાગુ પડશે નહીં.

કોઇપણ વ્‍યક્‍તિ લોકડાઉનના આ પગલાંનું તથા કોવિડ-૧૯ માટે નેશનલ ડિરેક્‍ટિવ્‍સ મેનેજમેન્‍ટનું ઉલ્લંઘન કરશે તેની વિરુદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ તેમજ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ-૨૦૦૫ની કલમ ૫૧ થી ૬૦ હેઠળની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.